વાર્ષિક ટર્નઓવર વધારે હોય તો ટેક્સ ધટાડવા માટે શું કરી શકાય ?
- ઘરની વ્યક્તિ ને પાર્ટનર બનાવી શકાય
- પાર્ટનરને પગાર આપી શકાય
- ટર્નઓવર મોટું હોવાથી ઓડિટ કરવું ફરજીયાત હોવાથી મોટો પગાર ચેકથી આપવો પડશે
- ઘરની વ્યક્તિનાં નામની બીજી પેઢી ખોલી શકાય
- થોડા મહિના એક પેઢી અને થોડા મહિના બીજી પેઢી ચલાવી શકાય
એક કરતા વધારે પેઢી કરવી શક્ય હોય અને બન્ને પેઢી સાથે ચલાવશો તો નીચેની બાબત નું ધ્યાન રાખશો
- ઉઘરાણી બે પેઢી ની જુદી નીકળશે જેનો ફાયદો કેટલાક ઘરાક ઉઠાવીને વધારે બાકી ખેંચતા હોવાની શક્યતા રહે છે
- એક વેપારી બને પેઢીમાંથી માલ ખરીદે તો તેના બે બિલ નીકળશે
- પૈસા જમા કરાવતી વખતે એકજ બિલ ના પૈસા જમા કરાવશે
- એકજ વેપારી ના બે લેજર બનશે
- રકમ ના વાંધા નીકળશે તો બે લેજરમાં જોવું પડશે
No comments:
Post a Comment