Saturday, December 31, 2016

એક કરતા વધારે પેઢી ચલાવતા શાકભાજી ના જથ્થાબંધ વેપારી માટેનું સોફ્ટવેર

એક કરતા વધારે પેઢી ચલાવતા શાકભાજી ના જથ્થાબંધ વેપારી માટેનું સોફ્ટવેર

કોને માટે?
- ધંધો સહિયારો છે પણ ઇન્કમટેક્સ ઘટાડવા માટે બે કે ત્રણ પેઢી રાખેલ છે
- બધી પેઢીમાં બિલ  બને છે
- દરેક પેઢીના બિલની ઉઘરાણી જુદી જુદી થાય છે
- દરેક પેઢીમાંથી જુદું જુદું લેજર તેમજ ચોપડા જુદા જુદા રાખવા પડે છે

શું ફાયદો થશે ?
- એક વધારાની ગ્રુપ કઁપની બનાવવામાં આવશે જેમાં ફક્ત ઘરાકના ખાતા રહેશે
- ઘરાક્નું લેજર આ કઁપની માંથી જોવું તેમજ તેની જમા આ કઁપનીમાં કરવી
-જયારે માલ વેચાય ત્યારે જેતે પેઢીમાંથી તોલની એન્ટ્રી કરવી
-બધી પેઢીમાંથી તોલ  નાખ્યા પછી ગ્રુપ કઁપની માંથી મેક બિલ કરવું
- જેમાં ગ્રુપ કઁપની માં ઘરાક નું  બિલ બનશે તેમજ જે કઁપની માંથી માલ ખરીદ્યો હોય તે તે કઁપની માં પણ બિલ બનશે
- ઘરાક જયારે પૈસા જમા કરાવે ત્યારે ગ્રુપ કઁપની માં એન્ટ્રી કરવાની
- ઘરાકની જમા ની ફાળવણી તેની જેતે કઁપની ની બાકી મુજબ જેતે કઁપનીમાં ફાળવવામાં આવશે
- ચેકથી આવેલ જમા જે કઁપનીના બેન્ક ખાતા માં ચેક જમા કરાવ્યો હોય તે કઁપનીમાં કરવી જે આપમેળે ગ્રુપ કઁપનીમાં થઈ જશે

ટેક્નિકલી બધી કઁપની જુદી રહેશે જેથી ઇન્કમટેક્સ ભરવા માટે દરેકનો ચોપડો જુદો રહેશે
જે ઘરાક ચેક થી પૈસા જમા કરાવે તેને કહેવું પડશે કે કે કઁપનીમાં કેટલો ચેક આપવો

વાર્ષિક ટર્નઓવર વધારે હોય તો ટેક્સ ધટાડવા માટે

વાર્ષિક ટર્નઓવર વધારે હોય તો ટેક્સ ધટાડવા માટે શું કરી શકાય ?
- ઘરની વ્યક્તિ ને પાર્ટનર બનાવી શકાય 
- પાર્ટનરને પગાર આપી શકાય 
- ટર્નઓવર મોટું હોવાથી ઓડિટ કરવું ફરજીયાત હોવાથી મોટો પગાર ચેકથી આપવો  પડશે
- ઘરની  વ્યક્તિનાં નામની બીજી પેઢી ખોલી શકાય 
- થોડા મહિના  એક પેઢી અને થોડા મહિના બીજી પેઢી ચલાવી શકાય 


એક કરતા વધારે પેઢી કરવી  શક્ય હોય અને બન્ને  પેઢી સાથે ચલાવશો તો નીચેની બાબત નું ધ્યાન રાખશો 

- ઉઘરાણી બે પેઢી ની જુદી નીકળશે જેનો ફાયદો કેટલાક  ઘરાક ઉઠાવીને વધારે બાકી ખેંચતા હોવાની શક્યતા રહે છે 
- એક વેપારી બને પેઢીમાંથી માલ ખરીદે તો તેના બે બિલ નીકળશે 
- પૈસા જમા કરાવતી વખતે એકજ બિલ ના પૈસા જમા કરાવશે 
- એકજ વેપારી ના બે લેજર બનશે 
- રકમ ના વાંધા નીકળશે તો બે લેજરમાં જોવું પડશે 

ઇન્કમ ટેક્સ ભરવા માટે પહેલી વખત ચોપડા લખતી વખતે ધ્યાન માં રાખશો

ઇન્કમ ટેક્સ ભરવા માટે પહેલી વખત ચોપડા લખતી વખતે ધ્યાન માં રાખશો

નોટ બન્ધીની આડઅસર ને લીધે ઘણા બધા વેપારી મિત્રો જેઓ  અત્યાર સુધી સાચા ચોપડા લખાવતા ન હતા તેમને હવે ચોપડા લખાવા  પડશે . જેઓ  MKTFAS ના આપણાં સોફ્ટવેર થી નામું  લખે છે તેમને માટે આ ઘણું સરળ છે

આ માટે  નીચેની બાબત નું ખાસ ધ્યાન રાખશો

  • રૂ 20,000 થી વધારાની રોકડ ચુકવણી કરવી નહીં 
  • આંગડિયા થી પૈસા મોકલવા નહીં 
  • અત્યાર સુધી તમે સાચું રીર્ટન  ભર્યું નથી તો તમારી ઉઘડતી સિલક કેવી રીતે નાખશો 
  • બેન્ક માં રોકડ જમા કરીને માલ મોકલનારને બેન્ક ટ્રાન્સફર કરી હોય નોટબ્ન્ધી પછી તો 1 મહિનામાં કેટલા લાખ જમા કર્યા  તેના પરથી 1 વર્ષ નું ટર્નઓવર કેટલું થાય તેના પ્રમાણ માં વાર્ષિક ટર્નઓવર રાખવું 
  • વધુ વિગત માટે તમારા C.A. ની સલાહ લેવી 

Thursday, December 22, 2016

બેન્ક ખાતા ની લેવડ દેવડ અને ઇન્કમ ટેક્ષ

બેન્ક ખાતા ની લેવડ દેવડ અને ઇન્કમ ટેક્ષ
બહાર  ગામથી માલ મોકલનાર વેપારીને પૈસા ચુકવવા માટે તમે આંગડિયા નો ઉપયોગ કરતા હતા હવે બેન્ક ખાતા માં રૂપિયા જમા કરાવીને NEFT-RTGS કરવું પડેછે.  તમારા ખાતામાં આખા વર્ષ દરમીયાન  તમે કુલ કેટલા રુપિયા જમા કરો છો  તે  ઇન્કમ ટેક્ષને ખબર પડે છે . ઘણા વેપારી પોતાનું રિર્ટન  ભરવા માટે વકીલ અથવા CA ને કહે છે અને 5-10 હજાર  ઇન્કમ ટેક્ષ ભરીને એમ સમજે છે કે આપણે તો બધું બરાબર કરીયે છીએ.
ધારોકે તમારો એક દિવસ નું વેચાણ  નીચે મુજબ છે 
વેચાણ 
1દિવસ                 50,000           1,00,000          2,00,000
365 દિવસ    1,82,50,000      3,65,00,000     7,30,00,000
7% કમિશન     12,77,500        25,55,000         51,10,000

ખર્ચ                   5,00,000        8,00,000           12,00,000  
પગાર 
પેટ્રોલ 
ટેલિફોન 
લાઈટ બિલ 
પ્રોફિટ              7,00,000          17,00,000         39,00,000

રોકાણ              4,00,000           4,00,000            4,00,000
                    
ટેક્સ                   50,000            1,70,000          8,60,000

માની  લઈએ  કે તમે 1,50,000  નું રોકાણ LIC,NSC,PPF,MEDICLAIM
કરો છો  તો પહેલા 4,00,000 બાદ મળશે 

આ સિવાય આ હિસાબ ઓડિટ કરાવવો પડે તેને ફી 15,000 થી 1,00,000
સુધી થઈ શકે છે 

માર્કેટ સેસ પરથી તમારો વેચાણ ઉથલો એટલે કે ટર્નઓવર જાણે શકાય 
તેથી છુપાવવાનો કોશિશ કરશો તો કેટલા સફળ થશો તે ના કહી શકાય

Monday, November 28, 2016

નોટબંધી માં Pay -Tm અથવા SBI - buddy જેવા wallet વેલેટ ની ત્રુટી


નોટબંધી માં Pay -Tm  અથવા SBI - buddy જેવા wallet વેલેટ શાકભાજી ના મોટા વેપારીઓ માટે કેટલા ઉપયોગી છે  કે નથી તે જાણવા માટે નીચેના મુદ્દા જાણવા જરૂરી છે.
- વેલેટ થી બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવા પર 3 થી 4 ટકા + સર્વિસ ટેક્ષ 
   દા.ત. તમારા વેલેટ માં 100 રૂપિયા હોય અને તે તમારા ખાતામાં ભરવા હોય તો 3 રૂપિયા કપાશે।  મોટા વેપારી જો વેલેટ થી રૂપિયા લેશે તો ખાતામાં ભરતી વખતે 3 રૂ કપાશે 
- વેલેટ માં વધારેમાં વધારે 50000 રૂપિયા રાખી શકાશે એટલે 50000 થતાંજ બેન્ક માં ટ્રાન્સફર નહી કરો તો નવા જમા ના લઈ  શકાય 
- એક દિવસના 50,000 કરતા વધારે જમા લઈ  શકાય નહીં 
- મહિના ના 1,00,000 કરતા વધારે લે શકાય નહીં 

એટલે કે મહીને 1,00,000- થી વધારે ઉઘરાણી માટે ના ચાલે 

Friday, May 6, 2016

ખેડુત બીલ રજીસ્ટર માં શાકભાજી , વજન , ભાવ ના ખાના માં 0 અથવા ખાલી રહેવા

ખેડુત બીલ રજીસ્ટર માં શાકભાજી , વજન , ભાવ ના  ખાના માં 0 અથવા ખાલી રહેવા
સંભવિત  ઈલાજ
1. જે તે ખરીદ બીલ પર જઈને F2 ચલન માં જાવ।  જો અહી કોઈ પણ લાઇન ના હોય તો

  • તમે શાકભાજી ની લાઈન  ADDITEM અથવા INS  દબાવીને નાખી શકો છો.
  • F3 દબાવીને તોલ ની એન્ટ્રી કરીને નીચે આપેલ ' ખેડૂત બીલ બનાવવું ' દબાવવાથી F2 ચલન ઓંટોમેટીક બની જશે 
  • જો આમ કરવાથી એવો મેસેજ આવે કે બેલ આપણે  બનાવેલ નથી તો બીલ માં પાછા જઇને ને ચેક કરવું 
  • આમ કર્યા પછી F3 તોલ માં જઈને ' ખેડૂત બીલ બનાવવું '  નું બટન દબાવવું 






Bill register showing blank item name , rate ,Quantity


In bill register of farmer item name,quantity, rate etc are blank.
User shown that previously till a certain date it was showing these things.

Possible Solutions:
1. Go to the purchase bill check the challan by pressing F2. If there are no items the report is showing correctly.

  • You can manually add the items by pressing the Add Item button or pressing the INS key.
  • If  this is a commission type transaction and you are initiating the transaction. i.e. The farmer has come to your shop and you sold the goods to other traders. You have the item lines in F3 Tol press F3 and you will see the names of traders and items with weight and rate. There is a button at bottom of screen named 'AUTO CHALLAN' click this button it will create item viz rate viz item lines in F2 challan. i.e. Item a sold to 3 traders at same rate it will sum the weight and create a single line.
  • In above when you press the AUTO CHALLAN it says that bill is not made by us. Return back to bill and see at right top portion of screen there is a check mark as shown below. Check nark this update the bill and perform the action mentioned in previous portion