Sunday, January 30, 2022

Web based software- વેબ બેઝ સોફ્ટવેર

 અત્યારે આપણું સોફ્ટવેર PC પર ચાલે છે . એકજ રુમ  અથવા  બિલ્ડીંગ માં cable અથવા  wify થી ચાલે છે . mobile પર તમે કામ કરી શકતા  નથી કે કશું જોઈ પણ શકતા  નથી .

આપણો  ડેટા  ઘરે  જોવો હોય તો બેકપ લઈને  ઘરના PC પર  રીસ્ટોર કરીને જોવો પડે છે.

----------------------------------------------------------------------

mobile પર  ડેટા જોવા માટે બે રસ્તા થઈ શકે છે 

 કેટલાક રિપોર્ટ ની PDF બનાવીને mobile પર મોકલીને જોઈ  શકો છો .

------------------------------------------------------

આવું કર્યા વગર કોઈ પણ રિપોર્ટ , લેજર ,બીલ એક વેબસર્વર પર મોકલીને 

mobile  પર જોવા માટે   નીચે ના  વિકલ્પ છે.

આપણું પોતાનું સર્વર 

  1. વેબસર્વર આપણી ઓફિસ માં રાખીને લોકલ wify પર ઓફિસની WIFY રેન્જ માં જોઈ શકો  છો. 
  2. આજ સર્વર ને 24 કલાક ચાલુ રાખો . અને તેને ઇન્ટરનેટ થી જોડો તો ગમે ત્યારે ગમે ત્યાંથી જોઈ શકો છો .
  3. ઇન્ટરનેટ પર સર્વર રાખીને ત્યાં રોજે ડેટા  અપલોડ કરો તો ઓફિસ નું સર્વર બંધ કરી શકો છો .


2. આપણું સોફ્ટવેર અત્યારે ફક્ત  ડેસ્કટોપ કોમ્પ્યુટર પર ચાલે છે મોબાઈલ પર કે એપલ PC પર ચાલતું નથી. કોઈપણ ડીવાઈસ (મોબાઈલ , windows , applePc પર ચાલવા  માટે ડેટા વેબસર્વર પર રાખવો પડે અને તેની લેંગ્વેજ  જુદી વાપરવી પડે.

3. આખું સોફ્ટવેર બદલવા ની પ્રક્રિયા લાંબી છે.

4. અત્યારના સોફ્ટવેર નો ડેટા વેબસર્વર પર મુકીને તેને કોઈપણ ડીવાઈસ પર થી જોવું હવે શક્ય છે . કોઈપણ ફેરફાર કરી ન શકાય તે રીતે.

5. આ માટે વેબસર્વર ઈન્ટરનેટ પર રાખો તો આપણી ઓફિસમાં પાવર ના હોય કે ઈન્ટરનેટ બઁધ તો પણ જોઈ  શકાય . ઈન્ટરનેટ પર સર્વર રાખવાનો વાર્ષીક ખર્ચ આશરે રૂ . 25000 થાય જેમાં સોફ્ટવેર નો ચાર્જ નથી ગણેલો . 

6. જો આપણું PC ઈન્ટરનેટ સાથે જોડી દઈએ તો PC હેક થવાની શક્યતા રહે છે. જો તમે એક PC વધારાનું રાખી શકતા હો તો તેને ઈન્ટરનેટ જોડે જોડવા માં આવે તો હેક થવાનું જોખમ ના રહે. ઈન્ટરનેટ નું કનેક્શન જુદું હોય તો વધુ સારું. (પોતાનું જુદું PC અને જુદું ઈન્ટરનેટ નો ખર્ચ વાર્ષિક 15 થી 20 હજાર ) ફાયરવોલ, એન્ટી વાયરસ ,સોફ્ટવેર સપોર્ટ , બેટરી UPS ના જુદા ) 





 

Sunday, May 14, 2017

રેનસમ વેર થી બચવા માટે

રેનસમ વેર થી બચવા માટે

  • કોઈ પણ અજાણ્યા પાસેથી આવેલ મેલ ટાઇટલ જોઈને નક્કી કરો કે તમારા કામનું છે કે નહીં 
  • અજાણ્યા પાસેથી આવેલ પરચેઝ ઓર્ડર ની એટેચમેન્ટ તો ક્યારે પણ નહીં 
  • તમારા કોન્ટેક્ટ લિસ્ટ માંથી આવેલ મેલ પણ જો કોઈ સરસ ફોટા કે વિડીયો ને લગતો હોય તો ફોન કરીને પૂછ્યા પછી ખોલવો 
  • મેલ ની કોઈપણ લિંક ખોલવી નહી 


Saturday, December 31, 2016

એક કરતા વધારે પેઢી ચલાવતા શાકભાજી ના જથ્થાબંધ વેપારી માટેનું સોફ્ટવેર

એક કરતા વધારે પેઢી ચલાવતા શાકભાજી ના જથ્થાબંધ વેપારી માટેનું સોફ્ટવેર

કોને માટે?
- ધંધો સહિયારો છે પણ ઇન્કમટેક્સ ઘટાડવા માટે બે કે ત્રણ પેઢી રાખેલ છે
- બધી પેઢીમાં બિલ  બને છે
- દરેક પેઢીના બિલની ઉઘરાણી જુદી જુદી થાય છે
- દરેક પેઢીમાંથી જુદું જુદું લેજર તેમજ ચોપડા જુદા જુદા રાખવા પડે છે

શું ફાયદો થશે ?
- એક વધારાની ગ્રુપ કઁપની બનાવવામાં આવશે જેમાં ફક્ત ઘરાકના ખાતા રહેશે
- ઘરાક્નું લેજર આ કઁપની માંથી જોવું તેમજ તેની જમા આ કઁપનીમાં કરવી
-જયારે માલ વેચાય ત્યારે જેતે પેઢીમાંથી તોલની એન્ટ્રી કરવી
-બધી પેઢીમાંથી તોલ  નાખ્યા પછી ગ્રુપ કઁપની માંથી મેક બિલ કરવું
- જેમાં ગ્રુપ કઁપની માં ઘરાક નું  બિલ બનશે તેમજ જે કઁપની માંથી માલ ખરીદ્યો હોય તે તે કઁપની માં પણ બિલ બનશે
- ઘરાક જયારે પૈસા જમા કરાવે ત્યારે ગ્રુપ કઁપની માં એન્ટ્રી કરવાની
- ઘરાકની જમા ની ફાળવણી તેની જેતે કઁપની ની બાકી મુજબ જેતે કઁપનીમાં ફાળવવામાં આવશે
- ચેકથી આવેલ જમા જે કઁપનીના બેન્ક ખાતા માં ચેક જમા કરાવ્યો હોય તે કઁપનીમાં કરવી જે આપમેળે ગ્રુપ કઁપનીમાં થઈ જશે

ટેક્નિકલી બધી કઁપની જુદી રહેશે જેથી ઇન્કમટેક્સ ભરવા માટે દરેકનો ચોપડો જુદો રહેશે
જે ઘરાક ચેક થી પૈસા જમા કરાવે તેને કહેવું પડશે કે કે કઁપનીમાં કેટલો ચેક આપવો

વાર્ષિક ટર્નઓવર વધારે હોય તો ટેક્સ ધટાડવા માટે

વાર્ષિક ટર્નઓવર વધારે હોય તો ટેક્સ ધટાડવા માટે શું કરી શકાય ?
- ઘરની વ્યક્તિ ને પાર્ટનર બનાવી શકાય 
- પાર્ટનરને પગાર આપી શકાય 
- ટર્નઓવર મોટું હોવાથી ઓડિટ કરવું ફરજીયાત હોવાથી મોટો પગાર ચેકથી આપવો  પડશે
- ઘરની  વ્યક્તિનાં નામની બીજી પેઢી ખોલી શકાય 
- થોડા મહિના  એક પેઢી અને થોડા મહિના બીજી પેઢી ચલાવી શકાય 


એક કરતા વધારે પેઢી કરવી  શક્ય હોય અને બન્ને  પેઢી સાથે ચલાવશો તો નીચેની બાબત નું ધ્યાન રાખશો 

- ઉઘરાણી બે પેઢી ની જુદી નીકળશે જેનો ફાયદો કેટલાક  ઘરાક ઉઠાવીને વધારે બાકી ખેંચતા હોવાની શક્યતા રહે છે 
- એક વેપારી બને પેઢીમાંથી માલ ખરીદે તો તેના બે બિલ નીકળશે 
- પૈસા જમા કરાવતી વખતે એકજ બિલ ના પૈસા જમા કરાવશે 
- એકજ વેપારી ના બે લેજર બનશે 
- રકમ ના વાંધા નીકળશે તો બે લેજરમાં જોવું પડશે 

ઇન્કમ ટેક્સ ભરવા માટે પહેલી વખત ચોપડા લખતી વખતે ધ્યાન માં રાખશો

ઇન્કમ ટેક્સ ભરવા માટે પહેલી વખત ચોપડા લખતી વખતે ધ્યાન માં રાખશો

નોટ બન્ધીની આડઅસર ને લીધે ઘણા બધા વેપારી મિત્રો જેઓ  અત્યાર સુધી સાચા ચોપડા લખાવતા ન હતા તેમને હવે ચોપડા લખાવા  પડશે . જેઓ  MKTFAS ના આપણાં સોફ્ટવેર થી નામું  લખે છે તેમને માટે આ ઘણું સરળ છે

આ માટે  નીચેની બાબત નું ખાસ ધ્યાન રાખશો

  • રૂ 20,000 થી વધારાની રોકડ ચુકવણી કરવી નહીં 
  • આંગડિયા થી પૈસા મોકલવા નહીં 
  • અત્યાર સુધી તમે સાચું રીર્ટન  ભર્યું નથી તો તમારી ઉઘડતી સિલક કેવી રીતે નાખશો 
  • બેન્ક માં રોકડ જમા કરીને માલ મોકલનારને બેન્ક ટ્રાન્સફર કરી હોય નોટબ્ન્ધી પછી તો 1 મહિનામાં કેટલા લાખ જમા કર્યા  તેના પરથી 1 વર્ષ નું ટર્નઓવર કેટલું થાય તેના પ્રમાણ માં વાર્ષિક ટર્નઓવર રાખવું 
  • વધુ વિગત માટે તમારા C.A. ની સલાહ લેવી 

Thursday, December 22, 2016

બેન્ક ખાતા ની લેવડ દેવડ અને ઇન્કમ ટેક્ષ

બેન્ક ખાતા ની લેવડ દેવડ અને ઇન્કમ ટેક્ષ
બહાર  ગામથી માલ મોકલનાર વેપારીને પૈસા ચુકવવા માટે તમે આંગડિયા નો ઉપયોગ કરતા હતા હવે બેન્ક ખાતા માં રૂપિયા જમા કરાવીને NEFT-RTGS કરવું પડેછે.  તમારા ખાતામાં આખા વર્ષ દરમીયાન  તમે કુલ કેટલા રુપિયા જમા કરો છો  તે  ઇન્કમ ટેક્ષને ખબર પડે છે . ઘણા વેપારી પોતાનું રિર્ટન  ભરવા માટે વકીલ અથવા CA ને કહે છે અને 5-10 હજાર  ઇન્કમ ટેક્ષ ભરીને એમ સમજે છે કે આપણે તો બધું બરાબર કરીયે છીએ.
ધારોકે તમારો એક દિવસ નું વેચાણ  નીચે મુજબ છે 
વેચાણ 
1દિવસ                 50,000           1,00,000          2,00,000
365 દિવસ    1,82,50,000      3,65,00,000     7,30,00,000
7% કમિશન     12,77,500        25,55,000         51,10,000

ખર્ચ                   5,00,000        8,00,000           12,00,000  
પગાર 
પેટ્રોલ 
ટેલિફોન 
લાઈટ બિલ 
પ્રોફિટ              7,00,000          17,00,000         39,00,000

રોકાણ              4,00,000           4,00,000            4,00,000
                    
ટેક્સ                   50,000            1,70,000          8,60,000

માની  લઈએ  કે તમે 1,50,000  નું રોકાણ LIC,NSC,PPF,MEDICLAIM
કરો છો  તો પહેલા 4,00,000 બાદ મળશે 

આ સિવાય આ હિસાબ ઓડિટ કરાવવો પડે તેને ફી 15,000 થી 1,00,000
સુધી થઈ શકે છે 

માર્કેટ સેસ પરથી તમારો વેચાણ ઉથલો એટલે કે ટર્નઓવર જાણે શકાય 
તેથી છુપાવવાનો કોશિશ કરશો તો કેટલા સફળ થશો તે ના કહી શકાય

Monday, November 28, 2016

નોટબંધી માં Pay -Tm અથવા SBI - buddy જેવા wallet વેલેટ ની ત્રુટી


નોટબંધી માં Pay -Tm  અથવા SBI - buddy જેવા wallet વેલેટ શાકભાજી ના મોટા વેપારીઓ માટે કેટલા ઉપયોગી છે  કે નથી તે જાણવા માટે નીચેના મુદ્દા જાણવા જરૂરી છે.
- વેલેટ થી બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવા પર 3 થી 4 ટકા + સર્વિસ ટેક્ષ 
   દા.ત. તમારા વેલેટ માં 100 રૂપિયા હોય અને તે તમારા ખાતામાં ભરવા હોય તો 3 રૂપિયા કપાશે।  મોટા વેપારી જો વેલેટ થી રૂપિયા લેશે તો ખાતામાં ભરતી વખતે 3 રૂ કપાશે 
- વેલેટ માં વધારેમાં વધારે 50000 રૂપિયા રાખી શકાશે એટલે 50000 થતાંજ બેન્ક માં ટ્રાન્સફર નહી કરો તો નવા જમા ના લઈ  શકાય 
- એક દિવસના 50,000 કરતા વધારે જમા લઈ  શકાય નહીં 
- મહિના ના 1,00,000 કરતા વધારે લે શકાય નહીં 

એટલે કે મહીને 1,00,000- થી વધારે ઉઘરાણી માટે ના ચાલે